Social science ne lagtu material malshe. ss gk material, ss pdf, ss video, ss teacher material, ss student material, social safar, unit test, e class material, ss all type material here

Thursday, December 24, 2015

મહાભારતના મહાનાયક અર્જુન ભાગ ૨

દ્રૌપદી
      તેની ધનુર્વિદ્યામાં નિપુણતાનો તેને એક અનન્ય ફાયદો થયો. આને લીધે તે સ્વયંવરમાં તેની પ્રથમ પત્ની, પાંચાલ નરેશ દ્રુપદની પુત્રી ,દ્રૌપદીનો હાથ જીતી શક્યો. પોતાની પુત્રીના વરની શોધ માટે દ્રુપદ રાજાએ એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. એક લાકડાની માછલીને નાનકડા કુંડની ઉપર બાંધવામાં આવી હતી અને તે ગોળ ગોળ ફરતી હતી. ઉમેદવારોએ ધનુષ્ય પર પણછ ચડાવીને તે માછલી ની આંખ વીંધવાની હતી. આ કામ તેમણે પાણીમાં પડતી માછલીની છાયાને જોઈને કરવાનું હતું. પાંચાલની રાજકુમારીના હાથ જીતવામાટે ઘણાં રાજા અને રાજકુમારો આવ્યાં હતાં. તેમાં કર્ણ સહીત અમુક અન્ય રાજકુમારોને કુળના આધારે લાયક ન મનાયા. તે સમયે ભલે પાંડવો અજ્ઞાત વાસમાં હતાં છતાં પણ અર્જુને એક ઉચ્ચ કુળના સ્નાતક બ્રાહ્મણનું રૂપ ધરેલ હોવાથી તેને ભાગ લેવામાં રજા મળી. આ યોગ્ય પણ હતું કેમકે તે જ તો અજોડ ધનુર્ધર હતો જે આ કામ કરી શકે. તેમની માતા કુંતી ને જણાવ્યા વગર પાંચેય ભાઈઓએ સ્વયંવરમાં ભાગ લીધો હતો. જીત ખુશી ઉત્સાહમાં તેઓ દ્રૌપદીને લઈને ઘેર આવ્યાં. બહારથી જ તેમણે પોતાની માને બુમ પાડીને કહ્યું, “ માતા, તને વિશ્વાસ નહી આવે અમે શું લઈ આવ્યાં છે, અનુમાન કરો” પોતાના કામમાં વ્યસ્ત કુંતી ન માન્યા. તેણીએ કહ્યું, “ જે હોય તે તમે ભાઈઓ વહેંચી લો અને તે માટે ઝઘડા ના કરશો” સામાન્યરીતે કહેલી પોતાની માની આ વાત ને ભાઈઓએ ગંભીરતા પૂર્વક લીધી અને દ્રૌપદીને તેમની સામાન્ય પત્ની બનાવી દીધી. આ વાત અર્જુનની ખેલદીલી બતાવે છે કે તેણે એકલા હાથે સ્વયંવર જીતેલ હોવા છતાં તેણે પોતાની વધૂને ભાઈઓ સાથે સ્વેચ્છાએ વહેંચી. આમ કરવા પાછળ એક કારણ ભાઈઓ વચ્ચે ઉત્ત્પન થઈ શકનારી ઈર્ષ્યાને ટાળવાનો પણ હોઈ શકે. જોકે પાંચે ભાઈઓને વરવા છતાં દ્રૌપદી અર્જુનને સૌથી વધારે ચાહતી હતી અને હમેંશા તેનો પક્ષ લેતી. અર્જુન પણ તેની ચારેય પત્ની માંથી દ્રૌપદીને વધુ ચાહતો હતો. એક અન્ય કથા એવી છે કે દ્રૌપદીના પાંચ પતિ હોવાનું કારણ તેના પૂર્વ ભવમાં મળેલ વરદાન હતું. જેમાં તેણે પાંચ સૌથી વધુ લાયક પતિ મેળવવાની ઈચ્છા કરી હતી. શરૂઆતમાં દ્રૌપદીના વડીલો તેના પાંડવોના વિવાહ માટે સહમત ન થયાં. પણ જ્યારે તેના આ વરદાન વિશે જણાવાયું ત્યારે દ્રુપદ માની ગયાં.

આજ્ઞાનું ઉલ્લંઘન
        દ્રૌપદીના સાથેના તે ભાઈઓના સંબંધ વિષે એક સામાન્ય વર્તણૂક આપસમાં નક્કી કર્યું હતું. તેમાંનો મહત્ત્વનો મુદ્દો એ હતો કે જ્યારે કોઈ એક ભાઈ દ્રૌપદી સાથે એકાંતમાં હોય ત્યારે અન્ય કોઈ ભાઈએ તેમને ખલેલ ન પહોંચાડવી અને આમ કરવાની સજા હતી એક વર્ષ સુધીનો દેશવટો. એક વખત હજી જ્યારે પાંડવો વૈભવી ઈન્દ્રપ્રસ્થ નગરી પર રાજ કરતાં હતાં ત્યારે એક બ્રાહ્મણ ખૂબજ ઉતાવળે અર્જુનની મદદ માટે આવ્યો. એક પશુ ચોરની ટુકડીએ તેના પશુઓને ચોરી લીધાં હતાં તેણે મદદ માટે અર્જુન સિવાય અન્ય કોઈ યોગ્ય ના લાગ્યો. અર્જુન ઘણી મોટી અવઢવમાં હતો તેના શસ્ત્ર સરંજામ તે ઓરડામાં હતાં જ્યાં દ્રૌપદી અને યુધિષ્ઠીર સાથે હતાં. તેમને ખલેલ પહોંચાડવાનો અર્થ હતો એક વર્ષનો દેશવટો. અર્જુન એક ક્ષણ માટે અચકાયો પણ પ્રજાની રક્ષા (અને તેમાં પણ ખાસ કરીને બ્રાહ્મણની) તે તો એક રાજ કુમારનું પ્રથમ કર્તવ્ય છે. દેશવટાનો ભય તેના કર્તવ્ય પરાયણતાની આડે ના આવ્યો. તેણે યુગલને ખલેલ પહોંચાડી, શસ્ત્રો લઈને પશુ ચોરને પકડવા નીકળીપડ્યો. તે કાર્ય પુરું થયે, તેમના કુટુંબી જનો અને યુગલ કે જેમને તેના દ્વારા ખલેલ પહોંચી હતી તેમના વિરોધ છતાં તેણે દેશવટો વહોરી લીધો.

વૈવાહિક જીવન
        દ્રૌપદી સિવાય અર્જુન ચિત્રાંગદા, ઉલુપિ અને સુભદ્રાનો પણ પતિ હતો. આ ત્રણે મહિલા સાથે તેના વિવાહ ત્યારે થયાઁ જ્યારે તે દ્રૌપદી અને યુધિષ્ઠિરના એકાંતમાં ખલેલ પહોંચાડવા ને સજા રૂપે દેશવટો ભોગવી રહ્યો હતો. ચિત્રાંગદા: તેના દેશવટાના કાળ દરમ્યાન અર્જુને ભારત ભ્રમણ કર્યું. ભ્રમણ કરતાં કરતાં તે પૂર્વી હિમાલયની તળેટીમાં વસેલ પ્રાચીન ત્રિપુરામાં પહોંચ્યો જે પોતાના પ્રાકૃતિક સૌદર્યો માટે પ્રસિદ્ધ હતું. ત્યાં તે મણીપુરના રાજકુમારી ચિત્રાંગદાને મળ્યો. તેનાથી મોહીત થઈ તે તેણે રાજા પાસે ચિત્રાંગદાનો હાથ માંગ્યો. આ વિનંતી સામે રાજા એ કહ્યું કે તેના અને ચિત્રંગદાની સંતાન મણીપુરના રિવાજ અનુસાર પાટૅવી કુંવર બને અને તે અર્જુન સાથે પાછા ન જઈ શકે, જો તેને આ શરત માન્ય હોય તો જ તે વિવાહ માટે સહમતિ આપે. અર્જુન આ માટે તૈયાર થયો. વિવાહ પછી તેમને બબ્રુવાહન નામનઓ પુત્ર જન્મ્યો જે તેના નાના અનુગામી બન્યો. ઉલુપિ: જ્યારે અર્જુન મણીપુરમાં હતો ત્યારે એક નાગ રાજકુમારી હતી તે અર્જુન પર મોહી પડી. તેણે યુક્તિ પૂર્વક અર્જુનને કોઈ અર્ક પાઈને અપહરણ કરાવી દીધો. અને તેને પોતાની દુનિયામાં લઈ ગઈ. ત્યાં તેણે અર્જુનને પોતાને પરણવા વિવશ કર્યો. જો કે પાછળથી મોટું હૃદય ધરાવતી ઉલુપિએ અર્જુનને પાછો ચિત્રાંગદાને સોંપી દીધો એટલું જ નહીપણએ માત્ર અર્જુન જ નહી પણ ચિત્રાંગદાની સંભાળ લેવા લાગી. બબ્રુ વાહનના લાલન પાલન માં પણ તેનો મોટો ફાળો રહ્યો. પાછળના જીવનમાં બબ્રુવાહન તેના વશમાં હતો. એક વખત બબ્રુવાહન સાથેના યુદ્ધમાં જીવ ખોઈ દીધાં પછી અર્જુનને જીવન દાન પણ ઉલુપિએ જ અપાવ્યું. સુભદ્રા: અર્જુને દેશવટાનો અંતિમ સમય દ્વારકા પાસે આવેલ એક વાટિકામાં વ્યતિત કરવાનું નક્કી કર્યું જ્યાં તેમના મામા ભાઈ બહેન બલરામ, કૃષ્ણ, અને સુભદ્રા રહેતાં હતાં, તેઓ તેમના મામા વસુદેવની સંતાન હતાં. અહીં અર્જુન અને સુભદ્રા એક બીજાના પ્રેમમાં પડ્યાં. આને કૃષ્ણએ પ્રોત્સાહન હતું કેમકે તેમને અર્જુન ખૂબ પ્રિય હતો અને તેઓ તેમની બહેન સુભદ્રા માટે સર્વોત્તમ વર ઈચ્છતાં હતાં. સમગ્ર પરિવાર સુભદ્રાના અર્જુનની ચોથી પત્ની બનવાના પ્રસ્તાવનો વિરોધ કરશે તે જાણતા તેમણે આ યુગલને ઈંદ્રપ્રસ્થ ભાગી જવાની વ્યવસ્થા કરી આપી. સુભદ્રાનું હરણ નથી થયું તે સાબિત થાય માટે તેમણે રથ હંકારવાનું સુભદ્રાને કહ્યું. આમ ઉલટું સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું એમ કહેવાયું. અર્જુન સુભદ્રાને અભિમન્યુ નામે એક જ પુત્ર થયો. અભિમન્યુ અને તેની પત્ની ઉત્તરાને પરિક્ષિત નામે એક પુત્ર થયો જેનો જન્મ યુદ્ધભૂમિ પર અભિમન્યૂના મૃત્યુ પછી થયો. પરિક્ષિત કુરુ કુળનો એક માત્ર વારસદાર રહ્યો અને તે યુધિષ્ઠીર પછી પાંડવ રાજ્યનો રાજા બન્યો.
ગાંડિવ
        ઈંદ્રપ્રસ્થ પાછા ફરવાના ટૂંક સમય પછી, અર્જુન શ્રી કૃષ્ણ સાથે ખાંડવાના વનમાં ગયાં. ત્યાં તેમને અગ્નિદેવ મળ્યાં. તેમની તબિયત ખૂબ ઢીલી થઈ ગઈ હતી. કોઈ એક રાજા ખૂબ યજ્ઞ કરતો હતો અને તેમાં અગ્નિને ખૂબ ઘી પાતો હતો. તેને લીધે તેમની તબિયત બગડી હતી. આ માંથી ઠીક થવા માટે તેમને જંગલ સ્વાહા કરવાની જરૂર હતી. પણ તે જંગલમાં તક્ષક નામના નાગ રાજ રહેતા હતાં તે ઈંદ્રના મિત્ર હતાં. જ્યારે અગ્નિદેવ તે જંગલને બાળવા જતા ત્યારે ઈંદ્ર ત્યાં વરસાદ પાડતાં. અર્જુને અગ્નિદેવને કહ્યું તે ઈંદ્રનો સામનો કરી શકે તેવી શસ્ત્રો ચલાવવામાં નિપુણ છે પણ તે માટે તેને દિવ્ય ધનુષ્યની જરૂર છે જે ઈંદ્રના શક્તિશાળી શસ્ત્રોનો સામનો કરી શકે અને તે દરમ્યાન તૂટે નહીં. અગ્નિદેવે ત્યારબાદ વરુન દેવનું આવાહન કર્યું અને અર્જુનને દિવ્ય ધનુષ્ય “ ગાંડીવ” અર્પણ કર્યું. તેને વાપરનારનો યુદ્ધમાં વિજય થતો. ભવિષ્યમાં થનારા તમામ યુદ્ધમાં તેણે અર્જુન માટે મહત્વનો ભાગ ભજવ્યો. વધારામાં તેમણે અર્જુનને કદી ના થાકે અને સામાન્ય શસ્ત્રોથી ઘાયલ ન થાય એવા સફેદ અશ્વ જોડેલો દિવ્ય રથ પણ આપ્યો. અર્જુને અગ્નિદેવને આગળ વધવા કહ્યું અને તે તેના પિતા ઈંદ્ર સાથે યુદ્ધે ચડ્યો.આ યુદ્ધ ઘણાં દિવસ અને રાત સુધી ચાલ્યું. આકાશવાણી થઈ અને તેમાં અર્જુન અને કૃષ્ણને વિજયી ઠરાવાયા અને ઈંદ્રને ચાલ્યા જવા જણાવ્યું.

મયસભા
          જંગલના દવાનળમાં અર્જુને મય નામના એક અસુરને બચાવી લીધો જે એક મશહૂર વાસ્તુ કાર હતો. આ ઉપકારના બદલામાં મયએ યુધિષ્ઠીર માટે એક વૈભવી રાજ કક્ષ બનાવ્યો, જેવો વિશ્વમાં ક્યાંય ન હોય. એ આ કક્ષ હતો જે દુર્યોધનની ઈર્ષ્યાની ચરમ સીમાનુંકારણ બન્યો. જેને કારણ દ્યુત રમાયું.
વનવાસ
           અર્જુનના ઈંદ્રપ્રસ્થ આવ્યાં પછી મહાભારતની ઘણી મહત્વપૂર્ણ ગણાતી ઘટનાઓ ઘટી જેના પરિણામે પાંડવોને તેમની પત્ની દ્રૌપદીનો વિરહ સહેવો પડ્યો. આ કાળ દરમ્યાન અર્જુને મેળવેલ તાલિમ ખૂબ ઉપયોગી થઈ પડી.

પશુપત": ગુપ્તવાસના પાંચમા વર્ષ દરમ્યાન અર્જુન સૌને છોડી શિવજીના અંગત શસ્ત્ર પશુપત કે જે એટલું શક્તિશાળી હતું કે કોઇ પણ શસ્ત્રનો સામનો કરી શકે તેને મેળવવા શિવજીના તપ માટે હિમાલય જવા નીકળી પડે છે અર્જુને લાંબાસમય સુધી તપસ્યા કરી અને શિવજી પ્રસન્ન થયાં પણ તેની વધુ પરીક્ષા કરવા નક્કી કર્યું. તેમણે એક અસુરને મોટા વરાહના રૂપે તૈયાર કર્યો જે અર્જુનની તપસ્યા ભંગ કરે. વરાહથી ચિડાઇ અર્જુને તેનો પીછો કર્યો અને તેને મારવા તેના પર તીર છોડ્યાં. તેજ સમયે એક તોછડા શિકારી (શિવજી) નુ બીજું તીર પણ તે વરાહને વાગ્યું. શિકારી (કિરાત) અને યોદ્ધાના ગર્વ આધીન અર્જુન વચ્ચે કોના તીર દ્વારા વરાહ મર્યો તે વચ્ચે વિવાદ થયો. આ વિવાદ દ્વંદ્વયુદ્ધમાં પરીણમ્યો. શિકારીએ થોડાજ સમયમાં અર્જુનને અસ્ત્ર રહિત કરી દીધો. પોતાની હારથી લજ્જાસ્પદ થઈ અર્જુન સાધના માટે બનાવેલ શિવ લિઁગ તરફ ફર્યો અને ઉપાસના કરવા લાગ્યો. તે જે પણ ફૂલો ચઢાવ્યા તે સૌ જાદુથી કિરાત પર ચડવા લાગ્યાં. અર્જુન શિકારીની કરી ઓળખ પામી જાય છે અને શિવજી ના પગે પડે છે. શિવજી છેવટે તેને પશુપથ નું જ્ઞાન આપે છે. આ અશ્ત્ર મેળવી તે પોતાના જૈવિક પિતાને મળવા ઇંદ્રલોક જાય છે અને દેવો દ્વારા વધુ જ્ઞાન મેળવે છે. વધારામાં તે નિવત્કવચ અને કાલકેય નામના આકાશમાં રહેનારા અને દેવોને રંઝાડનાર બે અસુરોનો પણ નાશ કરે છે. આ બે રાક્ષસોએ બ્રહ્માજી પાસે દેવોથી અજેય રહેવાનું વરાદાન મેળવેલું હતું. દેવોની તાલીમ દ્વારા અર્જુન માનવ 
Share:

Related Posts:

0 comments:

Post a Comment

Copyright © 2025 Social Science Materail | Powered by Blogger Design by ronangelo | Blogger Theme by NewBloggerThemes.com